Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અમદાવાદના રામોલમાં બુટલેગર ભૂરિયાએ દારૂના નશામાં સોસાયટીમાં મચાવ્યો આતંક: ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

કંટાળેલા રહીશોએ કલેકટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યુ

અમદાવાદના રામોલ વિસ્તારમાં કૈલાસ પાર્ક સોસાયટીમાં બુટલેગર અક્ષય ઉર્ફે ભુરીયા દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.પરંતુ પેરોલ પર છૂટતા ફરી દારૂના નશામાં ધુત થઈને સોસાયટીમાં આતંક મચાવ્યો હતો. જેને લઈને કંટાળેલા રહીશોએ કલેકટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. જેમાં આરોપી અક્ષય નશામાં ધુત થઇ આતંક મચાવતો નજરે પડી રહ્યો છે.

(12:32 am IST)