Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સાંજે અમદાવાદના નરોડાથી નારોલ નેશનલ હાઇવે પર અઢી કલાકથી 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

હજ્જારો વાહનો અને ઇમરજન્સી ગાડીઓ ફસાઇ:વાહનચાલકોને જબરી હાલાકી

 

અમદાવાદના નરોડાથી નારોલના નેશનલ હાઇવે નંબર-8 પર 10 કિમીથી વધુનો ટ્રાફિક જામ સર્જાયો છે. ટ્રાફિક જામ છેલ્લા અઢી કલાકથી છે અને તેને ખસેડવો ટ્રાફિક પોલીસ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. ટ્રાફિક જામ સર્જાવાના કારણે હજ્જારો વાહનો અને ઇમરજન્સી ગાડીઓ ફસાઇ છે. જેમાં એમ્બ્યુલન્સનો પણ સમાવેશ થાય છે.

ઇશનપુર,જશોદાનગર,સી.ટી.એમ,રબારી કોલોની,રામરાજ્યનગર અને ઓઢવ સહિતના દરેક ચાર રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થયો છે.

હાઇવે નંબર-8 પર સર્વિસ રોડ સીટીએમ પાસે એક્સપ્રેસ હાઇવેથી સીટીએમના સર્વિસ રોડ પરનું કામ દિવસ દરમિયાન ચાલતું હોવાથી અહીં વાહનોનો ભારે જમાવડો થઇ ગયો હતો. જેના કારણે વાહન ચાલકો માટે કપરા ચઢાણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે લોકોમાં પણ રોડનું કામ રાતે કરવાનો રોષ પ્રગટી રહ્યો છે.

(12:23 am IST)