Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

હાલોલમાં વિદ્યાર્થીનું અનોખું અભિયાન :ખુલ્લો ખોરાક વેંચતા ખુમચાવાળાને આપી રહ્યો છે સુરક્ષાના સાધનો

રોગચાળો ન ફેલાય તે માટે વિનામૂલ્યે હેન્ડગ્લોસ, કેપ અને માસ્કઆપવાની સાથે વાસણોની સ્વચ્છતા અંગે પણ માહિતી આપે છે

પંચમહાલના હાલોલ ખાતે ધોરણ નવમાં ભણતાવિદ્યાર્થીએ એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. રસ્તા પર ખુલ્લો ખોરાક વેચતા ખૂમચાવાળાઓનેસુરક્ષાના સાધનો વિનામૂલ્યે વહેચી રહ્યો છે

 આ  વિદ્યાર્થી તેમજ તેના પરિવારજનો હાલોલનગરમાં ફરીને ખાણી પીણીની લારી ધારકોનો સંપર્ક કરે છે. અને સ્વચ્છતા રાખવા સમજ આપી રોગચાળો ન ફેલાય તે માટે વિનામૂલ્યે હેન્ડગ્લોસ, કેપ અને માસ્ક આપી રહ્યાં છે. સાથે જ વાસણોની સ્વચ્છતા કેવીરીતે રાખવી કે તેની પણ જરૂરી માહિતી પુરી પાડે છે.

(11:13 pm IST)