Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ભાદરવા ગામના ભાથીજી મંદિરે કાર્તિકી પૂનમના મેળામાં ભાવિકો ઉમટયા :બે દિવસમાં 3 લાખ લોકોએ દર્શન કર્યા

મંદિરે ધજા અને કાગળના ઘોડા ચઢાવે છે :મેળામાં 500 થી વધુ દુકાનો ખુલ્લી મુકાણી

ભરાયો :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે આદિવાસીઓનાં આસ્થાનું પ્રતીક ભાથીજી મંદિરે આજે કાર્તિક પૂનમનો ભાતીગળ મેળો ભરાયો હતો. આ મેળામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી લખોની સંખ્યામાં ભક્તો પોત પોતાના ગામથી પગપાળા સંઘ લઈને આવે છે. મંદિરે ધજા અને કાગળના ઘોડા ચઢાવે છે

આ મેળામાં 500 થી વધુ દુકાનો ખુલ્લી મુકાય છે. જેના થકી નર્મદા અને બહરના જિલ્લાના લોકો રોજી પણ મેળવે છે. વર્ષોથી ચાલતા આ ભાતીગળ મેળાનું ગુજરાત સહીત ઘણા રાજ્યો માં ખુબ મહત્વ છે. આ મેળામાં બે દિવસમાં 3 લાખ ભક્તો ઉમટી પડ્યા હતા.

(9:54 pm IST)