Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સુરતના દિહેણ ગામમાં પુત્રીના જન્મને ઢોલનગારા સાથે વધાવ્યો :બાળકીના સ્વાગત માટે પાદરે ઉત્સવી માહોલ

પટેલ પરિવારમાં દીકરીના જન્મના આનંદમાં આખું ગામ જોડાયું: ગલીમાં મોટો સાથિયો પુરાયો

સુરતઃ સુરત નજીક દિહેણ ગામમાં લોકો ગામના પાદરે ઢોલ-નગારાં લઈ એકત્ર થયા હતા કોઈની જાનનું આગમન થવાનું હોય તેવો ઉત્સાહ ભર્યો માહોલ હતો.એક  પુત્રીના જન્મને આવકારવા આખું ગામ ભાગીદાર બન્યું હતું એક પરિવારે પોતાને ત્યાં પુત્રીનો જન્મ થયો તેનો આનંદ વ્યક્ત કરવા આખા ગામને ભાગીદાર બનાવ્યું હતું.

  ઓલપાડમાં આવેલા દિહેણ ગામમાં આખી ગલીમાં મોટો સાથિયો પુરાયો હતો અને ઢોલ નગારા વગાડ્યા હતા જન્મના દોઢ મહિના પછી દિહેણ ગામાના પટેલ પરિવારની દીકરી ઘરે આવી રહી હતી. દીકરીના સ્વાગતમાં આખું ગામ ઝૂમી ઉઠ્યું હતું.

   ઓલપાડના દિહેણ ગામમાં રહેતા રાકેશભાઇ ઇશ્વરભાઇ પટેલની પત્ની ધર્મિષ્ઠાએ 4 ઓકટોબરે બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારથી પિતા રાકેશ અને પટેલ પરિવારમાં ખુશીનો માહોલ હતો. દોઢ મહિના પછી બાળકી ઘરે આવવાની હતી એટલે પિતા રાકેશે એક સરપ્રાઇઝ પ્લાન તૈયાર કર્યો હતો.જયારે ધર્મિષ્ઠા બાળકી હિયાને લઇને આવી તો તેની ખુશીથી એની આંખ પહોંળી થઇ ગઇ કારણ કે ગામના પાદરે તેના અને બાળકીના સ્વાગત માટે ગામના લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા વાગતા હતા. ઘર પાસે પહોંચી તો આખી ગલીમાં મોટો સુંદર સાથિયો પુરાયો હતો.ધર્મિષ્ઠા આ સરપ્રાઇઝથી ખુશીની મારી ઉછળી પડી હતી.

(9:49 pm IST)