Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

વલસાડથી નક્સલવાદી રાજેશ મોચીને ગુજરાત ATSએ ઝડપ્યો : 50થી વધુ કેસમાં સંડોવણી છે

બિહાર સરકાર દ્વારા વોન્ટેર્ જાહેર કરાયો છે :તેના પર ૫૦,૦૦૦નું ઈનામ જાહરે કરેલ

ગાંધીનગર: આજે ગુજરાત ATSએ વલસાડમાંથી કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) સાથે દેશ દ્રોહને લગતા ઘણા ગુનાઓમાં વર્ષોથી નાસતા ફરતા એક હાર્ડ કોર નક્સલ અને રાજગીર, બિહારના ઝોનલ કમાન્ડર રાજેશ ઉફે ગોપાલ પ્રસાદ મોચીને ઝડપી લીધો છો. પકડાયેલા આ માઓવાદી રાજેશ એ ૧૭ વર્ષની ઉંમરમાં સને ૨૦૦૨માં પોતાની કૌટુંબિક જમીનના વિવાદમાં સ્થાનનક તત્રંથી નારાજ થઈને ભારત કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના લોહાનસિંઘ અને ભોલામાજીં નો સંપર્ક કરીને તેમની મદદથી તે જમીનના વિવાદનો ઉકેલ લાવ્યો હતો અને અને ત્યારબાદ તે માઓવાદી સગં ઠનમાં સક્રિય સદસ્ય તરીકે જોડાઈ ગયો હતો. તે માઓવાદીઓ સાથે મળી હિંસક અને દેશદ્રોહી પ્રવૃતિઓમાં સામેલ થઈ ગયો હતો.

આ માઓવાદી રાજેશ AK-47, SLR, INSAS રાઈફલ, હેન્ડ ગ્રેનેર જેવા ઓટોમેટીક હનથયારોની મદદથી પોલીસ,CRPF તથા અન્ય સરુક્ષા દળના જવાનો તેમજ નાગરિકોનોમ નરસંહાર કરતો હતો તેમજ માઓવાદી સગંઠનને મજબતૂબનાવવા માટે તે વિસ્તારમાં નાના-મોટા ધંધાદારીઓ તેમજ સરકારી કામોના ઠેકેદારો પાસેથી ટકાવારી પ્રમાણે ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો.

  જેથી તેને માઓવાદી સગંઠનના બિહાર-ઝારખંડ મગધ)ના વિસ્તરમાં સ્પેશીયલ એરીયા કમીટીના ઈન-ચાર્જ પ્રદ્યુમન શર્મા દ્વારા ભારત કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)માં ઝોનલ કમાન્ડર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રદ્યુમન શર્મા માઓવાદી સગં ઠનમાં ખુબ જ મહત્વની જવાબદારી અને હોદ્દો ધરાવે છે અને તેના વિરુદ્ધમાં દેશ-વિરોધી પ્રવૃતિઓ કરવા બદલ અલગ-અલગ ૫૦ થી વધુ ગુનાઓ નોંધાયેલ છે જે અનુસંધાને બિહાર સરકાર દ્વારા તેને વોન્ટેર્ જાહેર કરી તેના ઉપર  ૫૦,૦૦૦/- નું ઈનામ જાહરે કરેલ છે.

  સને ૨૦૧૬માં રાજેશ રવિદાસ, અનીલ યાદવ,ચદંન નેપાલી અને અન્ય માઓવાદીઓએ ઔરંગાબાદ, બિહારના જગંલ વિસ્તારમાં અંબશુ ગોઠવી IED બ્લાસ્ટ અને ઓટોમેટીક હનથયારો વડે હુમલો કરી Central Reserve Police Force (CRPF) ના ૧૦ કમાન્ડોના મોટ નીપજવ્યા હતા.

  યારબાદ માર્ચ ૨૦૧૭માં CRPF સાથે ગયા જીલ્લાના ગરુપાના જગંલમાં થયેલી ભીડનમાં રાજેશને ગોળી વાગી હતી અને ૨૦૧૮માં રાજેશ રનવદાસ દમણ ખાતે આવેલ અને ગોપાલ પ્રસાદ તરીકે પોતાની ઓળખ આપી થોડા સમય માટે સીક્યોરીટી ગાર્ડની નોકરી કરતો અને ત્યાર બાદ તે વલસાડ જીલ્લાના વાપી ખાતે કારખાનામાં મજૂરી કરતો ત્યારે ATS ગજુરાતને માહિતી મળી હતી અને આજે ATS તેની ધરપકડ કરી છે. માઓવાદી સગંઠન બિહાર-ઝારખંડ વિસ્તારના એરીયા કમીટી હેડ પ્રદ્યમુન શર્મા સાથે તેના હાલ સંર્પકો અને તેની ગજુરાતમાં હાજરી વિષે ATS હાલ તેની પૂછપરછ કરી રહી છે.

(9:41 pm IST)