Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અરવલ્લી પોલીસે શામળાજી બોર્ડરે પશુઆહારની આડમાં લવાતો 17.99 લાખનો દારૂ ઝડપ્યો : ટ્રક ચાલક ધરપકડ

ગાંધીનગર: અરવલ્લી જિલ્લા પોલીસે શામળાજી બોર્ડરથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતાં ટ્રક ચાલકનની 27 લાખના મુદ્દામાલ સાથે ધડપકડ કરી છે.

  જિલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલ અને પોલીસ મહાનિર્દેશકની સૂચના અનુસાર જિલ્લામાં રાજસ્થાન બોર્ડર અને અન્ય રીતે થતી દારૂની હેરફેરીના પ્રોહીબીશનના ગુના રોકવા તપાસ કરતી અરવલ્લી પોલીસે જિલ્લા પોલીસે હરિયાણાથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક ટ્રકની નાકાબંધી કરી ઝડતી કરી હતી.

 આ ટ્રકમાં પશુ આહારની કોથળીઓની આડમાં વિદેશ બનાવટનો દારૂ ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાની ફિરાકમાં હતો ત્યારે તેને પોલીસે અણસોલી ગામની સીમ પાસે વીંછીવાડા ગામની સીમ પાસે નાકાબંધી કરીને આરોપી કૃષ્ણકુમાર સૈનીને ઝડપી લીધો હતો.

  પોલીસે ટ્રકમાં રહેલા વિદેશ દારૂ જેમાં 470 પેટીઓમાં રહેલો બિયર/ દારૂનો 6312 બોટલનો કિંમત 17,97, 600નો જથ્થો, રૂ. 10 લાખની કિંમતની ટ્રક અને મોબાઈલ મળીને કુલ કિંમત 27,99,100નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે હરિયાણાના પ્રતાપગઢના આરોપી કૃષ્ણકુમાર સૈની સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કર્યો છે.

(9:36 pm IST)