Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશનના PSIનો વચેટીયો 8 હજારની લાંચ લેતા ઝડપાયો

રેતી-માટીના ટ્રેક્ટરચલાવવા દેવા એક ટ્રેકટરના ચાર હજાર લેખે લાંચ માંગી હતી

ભાવનગર: જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનના PSIનો વચેટીયો  8 હજારની લાંચ લેતા ઝડપાયો છે. બોટાદ એ.સી.બી. દ્વારા આ છટકુ ગોઠવાયું હતું જેમાં એક વચેટીયો ઘોઘા પોલીસ મથકના પીએસઆઇ વતી લાંચ લેતા આબાદ ઝડપાયો હતો. હાલ ACB એ વચેટીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  આ અંગે મળતી વિગત મુજબ ફરિયાદીના રેતી-માટીના ટ્રેક્ટર ઘોઘા પોલીસ મથકના વિસ્તારમાં ચાલવા દેવા માટે આરોપી રામજીભાઇ પરશોતમભાઇ જાસોલીયાએ PSI વતી રૂપિયા 8 હજારની લાંચ માંગી હતી. એક ટ્રેક્ટરના રૂપિયા 4 હજાર લેખે બે ટ્રેક્ટરના  8 હજાર આપવા ન ઇચ્છતા ફરિયાદીએ ACB ને જાણ કરી હતી. જેને લઈને ACB એ છટકું ગોઠવતા આરોપી રૂ. 8 હજાર સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આરોપીના નિવેદનને આધારે એસીબીએ ઘોઘા પોલીસ મથકના PSI રાણાની પૂછપરછ હાથ ધરી છે.

(9:29 pm IST)