Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ચાણસ્મા(પાટણ) પોલીસ સ્ટેશન પર એસીબી ત્રાટકીઃ ૩૦ હજારની લાંચ લેતા એએસઆઇ દિનેશભાઇ સોલંકી ઝડપાયાઃ ભૂજ(બોર્ડર યુનીટ)ના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના સુપરવિઝનમાં વધુ એક સફળતા

રાજકોટઃ ચાણસ્મા પોલીસ મથક (પાટણ)માં દાખલ થયેલ પ્રોહીબીશન કેસમા આરોપી એએસઆઇ દિનેશભાઇ સોલંકી દ્રારા રીમાન્ડ દરમિયાન માર ન મારવા અલ્ટોકાર કબજે નહી કરવા માટે  રૃપિયા ૩૦ હજારની માગણી કર્યાના આરોપસરની ફરીયાદ એસીબી સમક્ષ થયેલ.

ફરીયાદીના કથન મુજબ તેઓ લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી એસીબીમા આવી ફરીયાદ કરી છે. કાયદાના રખેવાળોને પણ કાયદાનું ભાન કરાવવા માટે  એસીબી વડા કેશવકુમારની સુચનાની સાથોસાથ બોર્ડર યુનિટ (ભુજ)ના મદદનીશ એસીબી નિયામક કૃષ્ણસિંહ ગોહિલ પણ પ્રજાને કોઇપણ સરકારી ખાતામાં નાણાના વાંકે મુશ્કેલી ન પડે તેવા મતના હોવાથી તેઓના સુપરવિઝનમાં તેમની સુચનાના આધારે ગાંધીધામ (કચ્છપૂર્વ) એસીબી પી આઇ, પી.વી. પરગડુએ ચાણસ્મા(પાટણ) પોલીસ મથકમા છટકુ ગોઠવી આરોપીને ૩૦ હજાર સ્વીકારતા આબાદ ઝડપી લીધા હતા.

 

 

(9:16 pm IST)