Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અમદાવાદમાં નરોડાથી નારોલ જતા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ : સર્વિસ રોડનું કામ ચાલતું હોવાતી 10 કી.મી.જેટલી લાંબી વાહનોની લાઈનો : ઇમર્જન્સી સેવાઓ એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ અટવાયા

અમદાવાદ : અમદાવાદ ના નરોડા થી નારોલ ના નેશનલ હાઈવે નંબર-૮ પર સર્વિસ રોડ સી ટી એમ પાસે એકસ્પ્રેસ હાઈવે થી સી ટી એમ ના સવિઁસ રોડ પર નું કામ ચાલી રહ્યું હોવાથી  ટ્રાફિક જામ થઇ ગયો છે. જેના કારણે ઈમરજન્સી સેવાઓ જેવી કે એમબ્યુલન્સની ગાડીઓ પણ આ ટ્રાફિક જામમાં અટવાઈ છે. છેલ્લા અઢી કલાકથી થઇ ગયેલા ટ્રાફિક જામનાં કારણે વાહનોની 10 કી.મી.જેટલી લાંબી લાઈનો થઇ ગઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:40 pm IST)