Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અમદાવાદમાં જુદી-જુદી ઢાળની પોળમાં હવે નવા અવતાર જોવા મળશેઃ છોડ-લેમ્પ શેડનું સુશોભન

અમદાવાદઃ તમે પોળમાં જાવ તો તમારી અપેક્ષા શું હોય? નજીક નજીક બંધાયેલા ઘર, સાંકડી શેરી, જુનુ બાંધકામ, પથ્થર કે લાકડા પર ઝીણી કોતરણી અને સંપથી રહેતા લોકો, બરાબર? પરંતુ હવે તમે આસ્ટોડીયા વિસ્તારની ઢાળની પોળમાં રહેશો તો તમને પોળ એક નવા જ અવતારમાં જોવા મળશે. તેમાં ઘરની બહાર હવાને ચોખ્ખી બનાવતા છોડ મુકવામાં આવ્યા છે. ઘરની ઉપર કાગળના લેમ્પશેડ મુકાયા છે અને પોળની કેટલીક દીવાલો પર રંગબેરંગી ગ્રેફીટી ચીતરવામાં આવી છે. આપણા વારસાને આધુનિક ટચ આપવાનો આ એક સંનિષ્ઠ પ્રયાસ છે. શુક્રવારે ત્રણ દિવસ ઢાળની પોળ ફેસ્ટીવલ શરૂ થઇ રહયો છે. અહી અત્યારે શાંતિનેબદલે પ્રવૃતિઓનો ધમધમાટ છે. વોલ પેઇન્ટીંગ વર્કશોપ, આર્ટ અને આર્કિટેકચર એકઝીબીશન, ફયુઝન મ્યુઝીક અને ડાન્સ, ગેમ્સ અને ટેસ્ટી ફુડ માણવા મળશે.

શહેેરના બ્રિહતી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેકટને થ્રી ફાઉન્ડેશન અને એલાયન્સ ફ્રાન્સીસ પણ સપોર્ટ કરે છે.ઢાળની પોળ ફેસ્ટીવલ બ્રિહતી ફાઉન્ડેશનના એલએકસએસ (લોકલ ટુ સોસાયટી) પ્રોજેકટના ભાગરૂપે યોજવામાં આવે છે. બ્રિહતી ફાઉન્ડેશનના સ્થાપક ક્રિષ્ણા હાન્ડા જણાવેછે આ પ્રોજેકટનો હેતુ આવનારી પેઢી પોળને એક જીવંત જગ્યા તરીકે જુએ અને યાદ રાખે તેવો છે. આ જગ્યાની તેના બાંધકામ, તેની સંસકૃતિ તેના આડોશ-પાડોશની આગવીકહાની છે. પણ યુવાનો આ જગ્યાએ આકર્ષતા નથી. આ પ્રોજેકટ દ્વારા અમે સ્વચ્છતાથી માંડીને પોળમાં લીલોતરી વધારવા સુધીના પ્રયત્નો કરી રહયા છે. આથી પોળની સુંદરતામાં વધારો થાય.

તેમણે વધુમાં જણાવ્યું અમે લોકોને પોળમાં થતી વિવિધ પ્રવૃતિઓનો ભાગ બનાવવા માંગીએ છીએ. અમે ફુડ ફેસ્ટીવલ ફિલ્મ સ્ક્રીનીંગ્સ યોજીને યુવાનો આ પ્રવૃતિઓમાં વધુ ભાગ લેતા થાય તેવા પ્રયત્નો કરશો. આ પ્રવૃતિની સમાજ પર પણ હકારાત્મક અસર પડશે.

(6:22 pm IST)