Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

પોતાની જાતને જ પડકાર આપીને આમદાવાદના ચિંતન શાહે ર૦ દિવસમાં ૩ હજાર કિ.મી.નો પ્રવાસ ખેડીને અરૂણાચલ પ્રદેશ પહોંચી ગયા

અમદાવાદઃ શાહીબાગના ગણીતના એક શિક્ષકને વર્ટીગો એટલે કે ચક્કર આવવાની તકલીફ હતી. પરંતુ તે બાકી લોકોની જેમ હાર માની લે તેમાના ન હતા.પોતાની આ તકલીફને દુર કરવા માટે તેમણે એક એવું કામ કર્યુ જે લગભગ અશકય છે. ૪૧ વર્ષના ચિંતન શાહ દોઢ વર્ષ સુધી વર્ટીગોથી પીડાતા હતા. આ બીમારીમાં વ્યકિત જયારે માથુ ફેરવે ત્યારે તેને ચક્કર આવતા હોવાનો અહેસાસ થાય છે. યોગ શરૂ કર્યા બાદ શાહે આ રોગના ઇલાજ માટે  દવાઓની જરૂર ન રહી. પરંતુ તેમણે પોતાની જાતને જ એક મોટો પડકાર આપ્યો. ર૦ જ દિવસમાં ૩૦૦૦ કી.મી. ગિયરલેસ હીરો હોન્ડા સાઇકલ ચલાવી અરૂણાચલ પ્રદેશ પહોંચવાનો દિવાળી વેકેશન દરમિયાન તેમણે અરૂણાચલ પ્રદેશ રોડ ટ્રીપ પર જવાનો નિર્ણય કર્યો. તે દરરોજ એક પણ ગોળી ગળ્યા વિના ૧૪૦ કી.મી. સાઇકલ ચલાવતા હતા. શાહે અગાઉ તેમની બીમારી પર જીત મેળ્વયા બાદ ત્રણ દિવસની માઉન્ટ આબુની ટેસ્ટ રાઇડ કરી હતી જેને કારણે તેમનો આત્મવિશ્વાસ વધી ગયો હતો.

જયારે શાહને વર્ટીગો હોવાનું નિદાન થયું હતું. ત્યારે ડોકટરોએ તેમને દવા શરૂ કરાવી હતી અને સ્ટ્રેસથી દુર રહેવાનીસલાહ આપી હતી. દવા સાથે સાથે શાહે યોગ કરવાનું શરૂ કર્યુ અને તે સાઇકલીંગ પર પોતાનો હાથ અજમાવવા માંગતાહતા. ગયા વર્ષ સુધી તે ત્રણ કી.મી. પણ સાઇકલ ચલાવી શકતા ન હતા. પરંતુ રોજ ૧.પ કલાક અનુલોમ-વિલોમ, હલાસન, સર્વાંગાસન, પશ્ચિમોતાસન, ભ્રમરી પ્રાણાયામ કર્યા બાદ ધીરે ધીરે વર્ટીગોની સમસ્યા દુર થતી ગઇ. શાહે પોતાનો આત્મ વિશ્વાસ પાછો મેળવ્યો અને પહેલો પડાવ પાર કર્યો. ત્યાર બાદ જાન્યુઆરીમાં તેમણે ત્રણ દિવસમાં અમદાવાદથી માઉન્ટ આબુ સાઇકલીંગ કરવાની ચેલેન્જ સ્વીકારી.

તેમેને જયારે લાગ્યુ કે તે દવા વિના પણ સાઇકલીંગ કરી શકે છે ત્યારે તેમણે પોતાની જાતને એક બીજો મોટો પડકાર આપ્યો. અમારા સહયોગી અખબાર અમદાવાદ મીરર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હું માઉન્ટ આબુ ગયો ત્યારે મારે ડોકટરે આપેલી દવા લેવાની પણ જરૂર ન હતી પડી. હું પાછો ફર્યો ત્યારે આત્મવિશ્વાસથી ભરપુર હતો. મેં નિયમીત યોગ કરવાના ચાલુ રાખ્યા. એક ાખો મહિનો મને ચક્કર ન આવ્યા એટલે મને લાગ્યું કે મારે હવે નવો પડકાર લેવો જોઇએ.

જો કે આ કામ આસાન ન હતો. તેમણે પરીવારજનોને આ અંગે મનાવવા માટે ખાસ્સા પ્રયત્ન કરવા પડયા હતા. તેમના ૮ અને ૧ર વર્ષના બે બાળકો પિતાની  સુરક્ષા માટે સતત ચિંતિંત હતા. તેમણે અરૂણાચલ પ્રદેશ જવાની અનુમતી ત્યારે જ આપી જયારે પિતાએ દરેક બ્રેકમાં તેમને કોલ કરવાનું પ્રોમીસ આપ્યું.

ર૦ દિવસના પ્રવાસમાં તે રાજસ્થાન, યુ.પી., બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને અરૂણાચલ પ્રદેશ રાજયમાંથી પસાર થયા, તેમણેસાવ ઓછી જરૂરીયાતમાંઅને પર્યાવરણને ઓછામાં ઓછું નુકશાન પહોંચેતે રીતે રહેવાનું નક્કી કર્યુ તેમની પાસે માત્ર બે જોડી કપડા હતા અને તે નાનકડી લોજમાં જ રહેતા હતા અને જે મળે તે ખાઇ લેતા. તેમણે જણાવ્યું મારા માટે લકઝરી મહત્વની નથી. મને માત્ર બેઝીક સેફટી જોઇતી હતી. મોટા ભાગે સાંજે હું મારા કપડા જાતે ધોઇ લેતો, પેટ્રોલ પંપ પર મારી પાણીની બોટલ ભરી લેતો અને રોડ સાઇડ ઢાબા પર જમી લેતો.

આ યાત્રામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. તેમણે જણાવ્યું મેં જયારે મુઝફરપુર પાસે બ્રેક લીધો ત્યારે એક ટ્રક મારી સાઇકલ સાથે અથડાઇ અને મારી સાઇકલ ડેમેજ થઇ ગઇ. મેં સાઇકલ છુટી પાડી અને શહેરમાં એક રિપેરીંગની દુકાને ગયો. સાઇકલ સાવ બેઝીક હોવાથી તેનું રીપેરીંગ થઇ ગયું. ત્યાર પછી મેં ફરી મારો પ્રવાસ શરૂ કર્યો અને હું સુંદર અરૂણાચલ પ્રદેશ પહોંચી ગયો. અરૂણાચલ પ્રદેશથી શાહ વિમાનમાં અમદાવાદ પાછા આવ્યા. આટલી મોટી સાઇકલ યાત્રા સફળતાપુર્વક પાર પાડયા બાદ શાહને લાગે છે કે તેમણે જાણે જીવન પર જીત મેળવી લીધી છે.

શાહ જણાવે છે કે હું મારી પરિસ્થિતિને કારણે મારી જાતને કોચલામાં બંધ કરવા નહતો માંગતો. મેં કસરત કરી અને વર્ટીગો પર વિજય મેળવ્યો. હવે હું સ્કાય ડાઇવીંગ કરવા માટે પણ સક્ષમ છું. જનરલ ફિઝીશ્યન ડો. વિમલ મહેતા જણાવે છે. ડોકટરની સલાહ તો દર્દીઓ માનવી જ જોઇએ. વર્ટીગો એવી બીમારી નથી જે મટી ન શકે. આ ઉપરાંત જો તમે સાઇકલ ચલાવતા હોવ તો તમે તેને તરત જ રોકી શકો છો આથી તેમાં રિસ્ક ઘણું ઓછું છે. યોગ્ય સાર સંભાળ અને દવાઓથી આ બીમારી કયોર કરી શકાય છે.

(6:22 pm IST)