Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સુરતમાં ભાઈએ બહેનના પ્રેમીને માર માર્યો: અર્ધ બેભાન કરે રેલવે ટ્રેક પર ફેંકી દેતા અરેરાટી

 

સુરત:નિયોલ રેલવે સ્ટેશનની બાજુમાં છેડાવ ફાટક પાસે તા.૧૦મીના રોજ યુવાનની લાશ મળી હતી. વરાછાનાં યુવાનને તેની પ્રેમિકાનાં ભાઈ, પિતા અને અન્ય યુવાને લિંબાયત લઈ જઈ મારમારી અર્ધ બેભાન હાલતમાં રેલવે ટ્રેક ઉપર ફેંકી દઈ હત્યાનાં બનાવને આત્મહત્યાના બનાવમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, યુવાનનાં ભાઈએ વ્યક્ત કરેલી શંકાને પગલે ડીંડોલી પોલીસે તપાસ કરતાં ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે આજે હત્યાનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

૧૨ દિવસ અગાઉ મળસ્કે નિયોલ રેલવે સ્ટેશનની બાજુમાં છેડાવ ફાટક પાસે અજાણ્યા યુવાનની લાશ મળી હતી. યુવાનનો જમણો હાથ ખભાથી કપાઈ ગયો હતો અને માથાનાં પાછળનાં ભાગે મોટો ચીરો હતો. આ અંગે ડીંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતક યુવાનની ઓળખ વરાછા ડાહ્યાપાર્ક સપના સોસાયટીમાં પાસે ખુલ્લામાં રહેતા અને સફાઈ કામદાર તરીકે કામ કરતા શૈલેષ ભીખાભાઈ પરમાર (ઉ.વ.રર) તરીકે થઈ હતી. 

 

 

 

(5:13 pm IST)