Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સુરતના પાંડેસરામાં પિતા-પુત્રીના સંબંધને કલંક લગાવતો કિસ્સો: 12 વર્ષીય દીકરી પાસે નરાધમ પિતાએ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતા ચકચાર

 સુરત:પાંડેસરામાં ખુદ પિતાએ તેની ૧ર વર્ષિય પુત્રી પાસે મુખમૈથુન કરાવ્યું હતું. જ્યારે ૧૩ વર્ષિય પુત્રી સાથે અડપલાં કર્યા હતા. બંને પુત્રીઓની બુમો સાંભળી દોડી ગયેલી માતાએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલા નરાધમ સગો પિતા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં પાંડેસરા પોલીસે તેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશની વતની નિર્ભયા (નામ બદલ્યું છે) સુરતનાં પાંડેસરા વિસ્તારમાં બહેન-બનેવીનાં ઘરમાં ૧ર અને ૧૩ વર્ષની બે પુત્રીઓ સાથે રહે છે. નિર્ભયાનો પતિ છૂટક મજૂરી કામ કરતો હોયને મોટેભાગ બેકાર જ રહેતો હોય નિર્ભયા ઘરમાં જ ધાગા કટીંગનું કામ કરે છે. ગતરાત્રે ૮.૩૦ વાગ્યાનાં અરસામાં નિર્ભયા ઘરની બહાર બેસી ધાગાકટીંગનું કામ કરતી હતી. જ્યારે તેની બંને પુત્રી ઘરમાં કેરમ રમતી હતી. તે સમયે તેનો પતિ ત્યાં આવ્યો હતો અને દરવાજો બંધ કરી ઘરમાં ગયો હતો.

(5:12 pm IST)