Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

પારડી તાલુકામાં દીપડાનો આતંક: પંજાનો નિશાન મળી આવતા લોકોમાં ભયનો માહોલ

પારડી:તાલુકાનાં સોંઢલવાડા ગામે ઝરી ફળિયામાં પાચ દિવસ અગાઉ દિપડાએ કુતરાનો શિકાર કરતા વન વિભાગે પાજરૂ ગોઠવ્યું હતું. જોકે, ગઈકાલે દિપડો ગામમાં ફરી આવ્યાનું ગુરૂવારે જ્યાં પાજરૂ ગોઠવ્યું હતું. તે વિસ્તારમાં પંજાનાં નિશાનો મળી આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પારડી તાલુકાનાં સોંઢલવાડા ગામે રહેણાંક વિસ્તારમાં ગત શનિવારે રાત્રી દરમિયાન દિપડો ઝરી ફળિયા ત્રાટક્તા કુતરા ભસવાનું શરૂ કરતા દિપડાએ કુતરાનો શકાર કર્યો હતો. લોકોએ દિપડાને ભાગતા પણ જોયો હતો. ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. વનવિભાગે મોડેમોડે દિપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું.

બુધવારે ફરી દિપડો આવ્યો હોવાનું બહાર આવતા લોકો જ્યાં પાંજરૂ મુક્યું હતું. તે વિસ્તારમાં દોડી ગયા હતા. જ્યાં દિપડા નાં પંજાનાં નિશાનો મળી આવ્યા હતા. વન વિભાગે દિપડાને ઝબ્બે કરવા કવાયત આદરી છે.

(5:12 pm IST)