Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

વાપીના સેલવાસમાં મેડિકલ સારવારના નામે 3 હજાર લોકો સાથે કરોડોની છેતરપિંડી

વાપી:સેલવાસમાં ગ્રાહકોને નાણાં ડબલ કરી આપવા, મેડિકલ સારવાર, ૧૦ લાખનો અકસ્માત વીમો સહિતની સુવિધા આપવાની લાલચ આપી પ્રતિ ગ્રાહક પાસેથી રૂા. પ- હજાર વસુલ કર્યા હતા. સ્કીમ પુરી થતાં ગ્રાહકોને રકમ નહીં ચૂકવતા અંદાજીત ત્રણ હજારથી વધુ લોકોનાં કરોડો રૂપીયા સલવાતા લોકોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ મામલે સંચાલક અને એજન્ટ મળી આઠ વ્યક્તિઓ પોલીસ  ફરિયાદ નોંધાવી છે.

સેલવાસમાં ફિનોમિનલ હેલ્થકેર સર્વિસીસ નામક કંપનીએ સેલવાસ તથા આસપાસનાં લોકોને એક વર્ષમાં નાણા ડબલ કરી આપવા, ૧૦ લાખનો અકસ્માત વીમો, મેડિક્લેમ સહિતની સુવિધા આપવાની મોટી લાલચ આપી હતી. કંપનીનાં સંચાલકોએ એજન્ટ મારફતે ગ્રાહકો બનાવવાનું શરૂ કર્યુ હતું. સ્કીમ મુજબ પ્રતિ  ગ્રાહક પાસે ર૦ હજારનાં પ્લાન મુજબ રૂા.પ૦ હજાર વસુલ કર્યા હતા.

આ યોજનામાં લગભગ ૩૦૦૦થી વધુ ગ્રાહકોએ  નાંણા ભર્યા હતા. પાકતી મુદ્દતે ગ્રાહકોએ સંચાલક અને એજન્ટ પાસે નાંણાની માંગણી કરતા ખાતરી આપ્યા બાદ પણ નાણાં નહીં ચુકવાતા ગ્રાહકોએ રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે. જોકે, આ મામલે સેલવાસનાં પ્રશાંત વાકચોડેએ પોલીસમાં ફરીયાદ કરી હતી.

(5:16 pm IST)