Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ધનસુરાની માલપુર ચોકડીથી પોલીસે ગાડીમાંથી 20 કિલો પોશના ડોડાનો જથ્થો ઝડપ્યો

ધનસુરા:ધનસુરાની માલપુર ચોકડીથી શંકાસ્પદ ગાડીની પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બુટાલ ગામ નજીકથી ગાડી ઝડપી પાડી હતી. ખેતરમાં ગાડી મુકી ચાલક સહિત અન્ય એક શખ્સ નાસી છુટયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા ૨૦ કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધનસુરા પીએસઆઈ પી. ડી.રાઠોડ તથા સ્ટાફ સાથે ગુરૃવારના રોજ માલપુર ચોકડી પર પેટ્રોલિંગ દરમિયાન સ્કોપીયો ગાડીનો ચાલક પુરઝડપે ગાડી હંકારતાં પોલીસને શંકાસ્પદ જણાતાં ફિલ્મી ઢબે પીછો કરતાં બુટાલ રોડ નજીક ગાડી ખેતરમાં મુકી બે ઈસમો નાસી જતાં ગાડીમાં તપાસ કરતાં ૨૦૦ કિલો ઉપરાંતનો પોષડોડાનો જથ્થો મળી આવતાં પોલીસે ગાડી સહિત મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મુદ્દામાલની અંદાજીત રકમ એક લાખ ઉપરાંતની થતી હોવાનું જણાવ્યું હતું.

 

(5:10 pm IST)