Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

રાધનપુરના ગોતરકામાં તળાવ પાસે અજાણ્યા શખ્સની લાશ મળી આવતા તપાસ શરૂ

રાધનપુર: તાલુકાના ગોતરકા ગામના તળાવ પાસે અજાણ્યા શખ્સની હત્યા કરેલી લાશ મળી આવી હતી. રાધનપુર પોલીસે લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી.

ગોતરકા ગામના તળાવ પાસે લોહી લુહાણ હાલતમાં લાશ પડી હોવાનુ ગામ લોકોને માલુમ થતા ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી. ગામના સરપંચ  લક્ષ્મણભાઈ આહીરે આ બાબતે રાધનપુર પોલીસને જાણ કરી હતી.

પોલીસે ગોતરકા જઈને તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક ઈસમ પાસેની તપાસ કરતા તેની પાસેથી કચ્છના ગાગોદરથી વારાહીની બસની ટીકીટ મળી હતી. જયારે ખીસ્સામાંથી રુપિયા ૧ર૦૦ રોકડા મળી આવ્યા હતા. મૃતક ઈસમના માથાના પીઠના અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા કરી હત્યા કરી હોવાનુ જણાઈ આવતુ હતુ.

 

(5:07 pm IST)