Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

પાલનપુર: 16 વર્ષીય કિશોરીને ચાર ઈસમોએ ઝપેટમાં લઇ બળાત્કારનો પ્રયત્ન કરતા ગુનો દાખલ

પાલનપુર:બાલારામ નજીક આવેલા ચામુંડા માતાના મંદિરે દર્શન કરવા અમદાવાદબાપુનગર વિસ્તારના એક પરિવારના સાથે આવેલી ૧૬ વર્ષની કિશોરી જે નજીકના ઝાડ નીચે બાળક રમાડતી હતી. તે દરમિયાન ચાર ઈસમો તેનો દુપટ્ટો ખેંચી ઈજ્જત લેવાની કોશિષ કરતા આ કોશિરોએ બુમાબુમ કરી નાખી હતી. તે દરમિયાન તેના માસી તેમજ તેમના દીકરાઓ દોડી આવ્યા હતા. આ યુવાનો ધોકા અને લોખંડના ખડપાઓથી કિશોરીના દાંત તોડી નાખ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તને પાલનપુર સિવિલમાં સારવાર માટે લાવ્યા હતા. ત્યારે આ કિશોરીએ પાલનપુર તાલુકા પોલીસમાં કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.

 

 

(5:52 pm IST)