Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

કડી તાલુકાના બાવલીમાં 50 હજારની લાંચ લેવામાં એ.એસ.આઈ સહીત અન્ય ઈસમની ધરપકડ

કડી:તાલુકાના બાવલુ પોલીસ મથકના એ.એસ.આઈ. તેમજ અન્ય એક ખાનગી વ્યક્તિ રૃા. ૫૦ હજાર લાંચની રકમ સ્વીકારતા અમદાવાદ એ.સી.બી.ની ટીમના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. દારૃના કેસમાં આરોપીને માર ન મારવા મામલે આરોપી પાસે લાંચની માંગણી કરી હતી. એ.સી.બી.ની કાર્યવાહીથી મહેસાણા જિલ્લાના કેટલાક લાંચીયા કર્મીઓમાં ફફડાટ પ્રસર્યો હતો.

 બાવલુ પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ.રઘુભાઈ જકશીભાઈ દેસાઈ અને ખાનગી વ્યક્તિ  અરૃણ ધરમશીભાઈ ઠાકોર અમદાવાદ એસબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

દારૃના એક કેસમાં આરોપીને માર ન મારવા એ.એસ.આઈ.ને અરજ કરી હતી ત્યારે આ કર્મચારીએ તેની પાસે લાંચની માંગણી કરી હતી.

(5:06 pm IST)