Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સિદ્ધપુરના લવારામાં નજીવી બાબતે જૂથ અથડામણ: સામસામે થયેલ હુમલામાં 12ને ગંભીર ઇજા

સિધ્ધપુર:ના લવારા ગામે હોમલોન લેવા મામલે સહી સિકકા કરવાના મામલે ગામના યુવકને સરપંચ તેના દીકરા દ્વારા માર માર્યો હતો. જેમાં મામલો ઉગ્ર બનતા યુવક અને સરપંચના જુથો વચ્ચે લાકડીધોકાધારીયુ જેવા હથિયારો ધરણ કરી હુમલો કર્યો હતો અને ૧૨ શખ્સો  ઇજાગ્રસ્તો થયા હતાબંને પક્ષે સામ સામી ફરીયાદ નોંધાવી હતી.

સિધ્ધપુરના લવારા ગામે રહેતા કિરણજી કાન્તીજીનાઓ તથા તેમના પિતા હોમલોન કરાવવાની હોવાથી   એક ફોર્મમાં સરપંચના સહી સિકકાની જરૃર હોવાથી  તેમના ગામના સરપંચ ઉદેસીહ પચાણજીને સહી સીકકા કરવાનુ કહેતા તેઓ ઉશ્કેરાઈ જઈ સરપંચ તથા તેમના દીકરા અને અન્ય સભ્યો દ્વારા માર મારવામાં આવતા તે ગામના બંનેના સાથી પક્ષો દ્વારા સામ સામે આવી જઈ જુથ અથડામણ થતા સામ સામે ર૪ વિરૃધ્ધ ફરિયાદ નોંધાતા કાકોશી પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

 

 

(5:05 pm IST)