Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

શામળાજીમાં કાલીયા ઠાકોરના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઝામ્યું: પ્રથમ દિવસે એક લાખ શ્રધ્ધળુઓએ દર્શન કર્યા

મોડાસા:ભગવાન વિષ્ણુએ ગડાધારણ કરી હોય તેવી અલૌકિક મૂર્તિથી શોભતા મંદિરના યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ હર્ષ ઉમંગ અને શ્રધ્ધાભેર યોજાયો હતો. પ્રથમ દિવસે અંદાજે ૧ લાખ જેટલા શ્રધ્ધાળુઓએ કામણગારા કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતા.જયારે મંદિરનો ભંડાર લાખ્ખો રૃપિયાના દાનથી છલકાયો હતો.

પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત રીતે યોજાતાં કાર્તિકી પૂનમના મેળાનો વિધીવત પ્રારંભ ગુરૃવારથી થયો હતો. સામાન્ય રીતે દેવ ઉઠી એકાદશીથી આ મેળાની તૈયારીઓ હાથ ધરાય છે.

જયારે દેવ દિવાળીના દિવસે બે લાખથી પણ વધુ શ્રધ્ધાળુઓ ગડાધર ભગવાન વિષ્ણુના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવશે.મેળાના પ્રારંભના પ્રથમ દિવસે અંદાજે એક લાખ શ્રધ્ધાાળુઓ મેળામાં ઉમટી પડયા હતા. જયારે શામળાજી મંદીર દ્વારા ૨૫ હજારથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું હતું.

(5:04 pm IST)