Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ગાંધીનગર નજીક અકસ્માતનો સિલસિલો યથાવત: કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: યુવાનનું ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગર અમદાવાદ હાઈવે ઉપર ભાટ પાસે કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જેમાં વચ્ચે બાઈક સવાર યુવાન આવી ગયો હતો. શરીરે ગંભીર યુવાનોના કારણે આ યુવાનનું મોત નીપજયું હતું. જેથી આ સંદર્ભે અડાલજ પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં હાલમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદીન વધી રહયા છે ત્યારે રોકેટ ગતિએ વાહન હંકારતા આ ચાલકોને કારણે અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધી રહયો છે. શહેર નજીક ભાટ ગામે આવેલા સંત રોહિદાસ સોસાયટીમાં રહેતો યુવાન સુરેશ રમણલાલ પરમાર તેના પાડોશી મિત્ર સંજય હિરાલાલ પરમાર સાથે બાઈક ઉપર નોકરી જવા માટે નીકળ્યો હતો. 


જીજે-૧૮-સીસી-૮૪૫૯ નંબરનું બાઈક લઈને બન્ને જણાં જઈ રહયા હતા ત્યારે સંજયભાઈ બાઈક ચલાવી રહયા હતા. આ જ સમયે ભાટ મધર ડેરી સામે ગાંધીનગર તરફથી આવી રહેલી કાર પુરઝડપે તેમના બાઈકને અડફેટે લીધું હતું અને ત્યારબાદ ઉભેલી ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી. સંજયભાઈ ઉછળીને રોડ સાઈડમાં પડયા હતા. જ્યારે સુરેશ બાઈક સાથે કાર અને ટ્રકની વચ્ચે ચકદાઈ ગયો હતો. શરીરે ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નીપજયું હતું. 

 

(5:04 pm IST)