Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

નડિયાદમાં મોડી સાંજે આરોગ્ય વિભાગના ખાનગી દવાખાનામાં દરોડા: દવાના લેબલ સાથે છેડછાડ કરેલ દવા મળી આવી

નડિયાદ:માં આજે મોડી સાંજે આરોગ્ય વિભાગ દ્વારા અરજીના આધારે મોગલકોટ ખાતે એક જાણીતા દવાખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં તપાસ કરવા પહોંચેલ ટીમને લેબલ વગરની અને અન્ય લેબલ સાથે છેડછાડ કરી હોય તેવી દવાઓ મળી આવી હતી. આરોગ્ય વિભાગે દવાઓનો ભાગ સીલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર નડિયાદના મોગલકોટ ખાતે આવેલ એક ખાનગી દવાખાનામાં આજે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી. અત્રે નડિયાદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ અમીન અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચી એકાએક તપાસ આદરી હતી. શહેરના જાગૃત નાગરિક દ્વારા આ ખાનગી દવાખાના ખાતે ગોલમાલ ચાલતી હોવાની લેખિત ફરિયાદ આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી. 

 

(5:02 pm IST)