Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અમદાવાદમાં પતિથી અલગ રહેતી મહિલાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ:પતિથી અલગ રહેતી મહિલાને અંગત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને જાતિય સંબંધની માંગણી કરનારા શખ્સ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી અગાઉ આ મહિલા સાથે ભણતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પતિથી અલગ  રહેતી હોવાથી સાથે ભણતા યુવકે બિભત્સ મેસજ મોકલતા બોપલ પોલીસમાં ગુનો નોંધાવ્યો

 બોપલ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષની મહિલાને તેના પતિ સાથે લગ્નજીવનમાં ખટરાગ થતા છેલ્લા બે વર્ષથી અલગ રહેતી હતી. મહિલાને તેના પતિથી અલગ રહેતી હોવાની જાણ થતા મહિલા સાથે ધો.૧૧માં સાથે ભણતા ચાંદખેડાના સીઝુ કુરીયા કોસે તેનો સંપર્ક કર્યો હતો.

 સીઝુ મહિલાના સંપર્કમાં  રહેતો હતો અને મહિલા બિમાર પડી ત્યારે તેણે તેને મદદ કરી હતી.

 

(5:02 pm IST)