Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક અકસ્માતના જુદા-જુદા બે બનાવ: મહિલા સહીત સિક્યુરિટી ગાર્ડનું કમકમાટી ભર્યું મોત

અમદાવાદ:શહેરમાં બનેલા અકસ્માતના બે બનાવમાં ઈન્દીરાબ્રિજ નજીક રિક્ષા પલ્ટી ખાઈ જતા મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યાપે રિવરફ્રન્ય ભવન પાસે બુલેટે ટક્કર મારતા સિક્યુરિટી ગાર્ડ મોતને ભેટયો હતો.રિવરફ્રન્ટ હાઉસ નજીક બુલેટે ટક્કર મારતા સિક્યુરિટી ગાર્ડ મોતને ભેટયોપ્રથમ બનાવની વિગત મુજબ ઈન્દિરાબ્રિજ નજીક ભદ્રેશવર રોડ પરથી કોકીલાબહેન ઠાકોર તથા શિલ્પાબહેન નામની મહિલાઓ રિક્ષામાં જઈ રહી હતી.દરમિયાન પિક્ષાનું વ્હીલ નીકળી જતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં કોકીલાબહેનને માથામાં ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે શિલ્પાબહેનને બન્ને પગમાં ઈજા થઈ હતી. એરપોર્ટ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

(4:59 pm IST)