Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા પ્યુનની ૧૧૪૯ જગ્યાઓ ઉપર વિશાળ ભરતી

-ધોરણ ૧૦ પાસ ઉમેદવાર તા. ૩૦ નવેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકેછે : ગુજરાત બાયોટેકનોલોજી તથા UPSC દ્વારા પણ નોકરીની તકો ઉપલબ્ધ

રાજકોટ તા. ર૩ : કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા હાલમાં વિવિધ ક્ષેત્રે રોજગારીની પુષ્કળ તકો સર્જાઇ રહી છે ત્યારે હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા પ્યુનની (પટ્ટાવાળા) વર્ગ-૪ ની કુલ ૧૧૪૯ જગ્યાઓ ઉપર વિશાળ ભરતી ચાલી રહી છે જેમાં ધોરણ ૧૦ પાસ તથા ગુજરાતી/હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા ઉમેદવારો અરજી પાત્ર છે. ઓનલાઇન અરજી કરવાની  છેલ્લી તારીખ ૩૦/૧૧/૦ર૦૧૮ છે. પ્યુનની જગ્યા માટે ૩૦/૧૧/ર૦૧૮ ના રોજ ૧૮ થી ૩૩ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી પાત્ર છ.ે સરકારશ્રીના નિયમ મુજબ ઉપલી વયમર્યાદામાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો તથા રીઝર્વકેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવા પાત્ર છ.ે પોસ્ટ માટેનું પગાર ધોરણ રૂ.૧૪૮૦૦-૪૭૧૦૦ રૂ. હોવાનું જાહેરાતમાંં જણાવાયું છે ભરતી અંગેની તમામ વિગતો તથા ઓનલાઇન અરજી કરવા માટે https://hc-ojas.guj.nic.in વેબસાઇટ જોઇ શકાય છે.

 આ ઉપરાંત ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશન (GSBTM)અને ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર (GBRC) માટે ગુજરાત સરકાર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ૧૦/૧ર/ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કુલ ૮ર જેટલી વિવિધ પોસ્ટ માટે ભરતી ચાલી રહી છે આ પોસ્ટસમાં વૈજ્ઞાનિક-બી(ગ્રુપ-૧), મેનેજર (ગ્રુપ-ર), હિસાબી-કમ-વહીવટી અધિકારી (ગ્રુપ-ર) નાયબ મેનેજર (ગ્રુપ-૩), હિસાબનીશ (ગ્રુપ-૩), મદદનીશ (ગ્રુપ-૩), અંગ્રેજી સ્ટેનો ગ્રેડ-ર (ગ્રુપ-૩), ટેકનીકલ આસીસ્ટન્ટ (ગ્રુપ-૩), ટાઇપીસ્ટ કમ કલાર્ક ગ્રુપ-૩) નો સમાવેશ થાય છ.

જગ્યાઓની તમામ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત અનુભવ, ઉંમર છુુટછાટ પગાર ધોરણ, અરજી ફી, અરજી કરવાની રીત જાહેરાતની સામાન્ય જોગવાઇઓ વિગેરે https://btm.gujarat.gov.in. વેબસાઇટ ઉપર જોઇ શકાય છ.

 યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) દ્વારા યોજાનાર કમ્બાઇન્ડ ડીફેન્સ સર્વિસ પરીક્ષા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ર૬/૧૧/ર૦૧૮ છે. આ પરીક્ષા પાસ કરવાથી આર્મી, નેવી તથા એરફોર્સમાં સીધાજ ઓફીસર બનવાની તક ઉપલબ્ધ બને છે. હાલમાં કુલ ૪૧૭ જેટલી જગ્યાઓ ઉપલબ્ધ છ.ે તા.ર/૧/૧૯૯૬ થી તા. ૯/૧/ર૦૦૧ વચ્ચે જન્મ લેનાર (ર૦ થી ર૪ વર્ષ) ઉમેદવારો અરજીપાત્ર છે આર્મી તેમજ OTA માટે કોઇપણ સ્નાતક તથા નેવી માટે BE/B.Tech અને એરફોર્સ માટે ફીઝીકસ અને મેથ્સ માટે ધોરણ ૧ર સાયન્સ પાસ ઉપરાંત સ્નાતક અથવા BE/B/Tech   હોવું જરૂરી છ.ે અંતિમ વર્ષની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ અરજી પાત્ર છે. ભરતી વિશેની અન્ય તમામ માહિતી www.upsconline.nic.in વેબસાઇટ ઉપર જોઇ શકતા છે.

મિત્રો, આટ આટલી આકર્ષક તથા સતા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી ભરતીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છુટવાની તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેતન કરવા તૂટી પડો-મંડી પડો. લાખેણી નોકરી મેળવવાનો આ સોનેરી સમય ચાલ્યો ન જાય. સાચી નીતિથી મહેનત કરનારે ઇશ્વર પણ સાથ આપેજ છે.સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે)

(4:31 pm IST)