Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

જંગી આવકોના પગલે ટામેટા બેના કિલો

ચાલુ વર્ષે નાસિક આસપાસના તેમજ અન્ય વિસ્તારોમાં ટામેટાનો જંગી પાક ઉતરવા પામ્યો છે

નાસિક તા. ૨૩ : મહારાષ્ટ્ર રાજયમાં ચાલુ વર્ષે ટામેટાનો જંગી પાક ઉતરતા બગડી જવાની ભીતિએ ખેડૂતો અને ટ્રેડર્સ દ્વારા બજારમાં મોટા પાયે જથ્થો ઠલવાતા નાસિકના જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ ગગડીને કિલોદીઠ રૂ.૨ ના તળિયે ઉતરી આવ્યા હતા.ચાલુ વર્ષે નાસિક આસપાસના તેમજ અન્ય વિસ્તારોમાં ટામેટાનો જંગી પાક ઉતરવા પામ્યો છે. ટામેટાનું આયુષ્ય ઓછું હોય છે તેને લાંબો સમય મૂકી રાખવાથી જીવાત પડતી હોય છે.પાક બગડી જવાની ભીતિ પાછળ ખેડૂતો તેમજ વેપારીઓ દ્વારા જથ્થામાંથી માર્કેટમાં જંગી માલ ઠાલવવામાં આવ્યો છે. જેના કારણે નાસિક માર્કેટમાં ટામેટાના ભાવમાં ૨૫ ટકાથી વધુનું ગાબડું નોંધાયું છે.

(4:34 pm IST)