Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અછતગ્રસ્ત વિસ્તારોમાં વચગાળાનો પાક વીમો આપવાની સરકારની 'વિનંતી' ફગાવતી કંપનીઓ

સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે ભારે ખેંચતાણઃ ખેડૂતોની માઠી

રાજકોટ તા. ર૩ :.. રાજયના અછતગ્રસ્ત જિલ્લાઓમાં વચગાળાના પાક વિમો ચૂકવવાની રાજય સરકારની વિનંતી ખાનગી વીમા કંપનીઓએ ફગાવી દીધાનું જાણવા મળે છે. ર૦૧૮ ના વર્ષના વાવેતર (ખાસ કરીને મગફળી) માટે વીમો ચુકવવાના મુદ્ે વીમા કંપની અને રાજય સરકાર વચ્ચે આંકડાકીય વિસંગતતાના કારણે ખેંચતાણ વધી રહી છે. ખેડૂતોની માઠી થઇ ગઇ છે.

ખેતરોમાં સર્વે પછી વીમા કંપની અને રાજય સરકારના આંકડાઓ વચ્ચે મોટી વિસંગતતા છે. વીમા કંપનીઓ માત્ર ૧૦ થી ર૦ ટકા જ વીમો મળવાનો અંદાજ આપે છે. સરકાર તે સ્વીકારવાના મુડમાં ની. કેન્દ્રને અહેવાલ મોકલતા પૂર્વે ગુજરાતમાં જ પાક વિમા પ્રકરણ અટવાઇ ગયુ છે.

પાક વિમાનો આખરી આંકડો નકકી ન થાય ત્યાં સુધી અછતની સ્થિતીને અનુલક્ષીને વચગાળાના પાક વિમા તરીકે ર૦ થી રપ ટકા રકમ ચૂકવવા સરકારે પ્રસ્તાવ મુકેલ. તે વિમા કંપનીઓએ વહીવટી કારણ આગળ ધરી ફગાવી દીધાનું જાણવા મળે છે. ચૂંટણીનું વર્ષ અને અછત હોવા છતાં પાક વિમાનું ભાવિ અધ્ધરતાલ થઇ ગયું છે.

(3:45 pm IST)