Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

૧,૬૪,૩૯૪ ખેડૂતોએ મગફળી વેંચવા નોંધણી કરાવી, સરકારે આજ સુધીમાં ૧૦૬૪૦ પાસેથી ખરીદી કરી

સરકારની ૯ દિ'ની કામગીરીનું સરવૈયુઃ ૧૦૬ કરોડ ચૂકવવા પાત્ર

રાજકોટ તા. ર૩ :.. રાજય સરકારે ૧રર કેન્દ્રો પરથી તા. ૧પ નવેમ્બરથી આજે બપોર ર વાગ્યા સુધીમાં ૧૦૬૪૦ ખેડૂતો પાસેથી ર૧૩૪૧૧.૦પ કવીન્ટલ મગફળીની ખરીદી કરી છે. તે કિંમતની દ્રષ્ટીએ રૂ. ૧૦૩.૮૭ કરોડ જેટલી થાય છે. આજે જાહેર રજાના દિવસે પણ ખરીદી ચાલુ છે. કુલ ૧,૬૪,૩૯૪ ખેડૂતોએ ઓન લાઇન નોંધણી કરાવી છે. જેમાંથી ૧૦૬૪૦ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી છે. હજુ ચુકવણુ શરૂ થયું નથી.

ઓન લાઇન નોંધણી માટે ખેડૂતોનો ધસારો એકદમ હળવો થઇ ગયો છે. અમુક જિલ્લાઓમાં આવતા અઠવાડીયે ખરીદી પ્રક્રિયા પુર્ણ થઇ જાય તેવી ધારણા છે. નોંધાયેલા તમામ ખેડૂતોને મગફળી વેચવાની તક મળશે. ખેડૂતોને મગફળીના વેચાણના રૂપિયા સોમવારથી બેંક ખાતા મારફત મળવા લાગશે તેમ સરકારી સુત્રો જણાવે છે.

(3:39 pm IST)