Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

2030 સુધીમાં ભારત વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વ ના ટોપ 3 દેશોમાં સ્થાન મેળવે તેવી પ્રધાનમંત્રી ની પ્રતિબદ્ધતા માં આવા પ્રદર્શન અને નવીનતમ શોધ સઁશોધન મહત્વપૂર્ણ બનશે:મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના હસ્તે અમદાવાદ માં 45 માં રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનીનું ઉદ્ગઘાટન

ગાંધીનગર ::મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદ માં 45 માં રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત  અને પર્યાવરણ પ્રદર્શનીનું ઉદ્ગઘાટન કર્યું હતું

તેમણે દેશભરના 22 રાજ્યો ના બાલ અને યુવા વૈજ્ઞાનિકો તેમજ ગણિત પર્યાવરણ વિષય ના અભ્યાસુઓ માટે આ અવસર ને કુંભ મેળા સમાન ગણાવ્યો હતો

વિજય ભાઈ રૂપાણી એ કહ્યુકે 2030 સુધીમાં ભારત વિજ્ઞાન  અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વ ના ટોપ 3 દેશોમાં  સ્થાન મેળવે તેવી પ્રધાનમંત્રી ની પ્રતિબદ્ધતા માં આવા પ્રદર્શન અને નવીનતમ શોધ સઁશોધન મહત્વપૂર્ણ બનશે

આજની યુવા પેઢી ટેક્નોસેવી છે. ઈનોવેટિવ છે તેમજ આઉટ ઓફ બોક્સ થિન્કિંગ કરીને  વિજ્ઞાન ગણિત જેવા ગહન વિષયો અને પર્યાવરણ સુરક્ષા સંવર્ધન પ્રત્યે પણ જાગૃત છે  તેજ ભારત ને વિશ્વ ગુરુ બનાવશે

મુખ્યમંત્રી એ પ્રાચીન ભારતે આર્યભટ્ટ વરાહ મિહિર શુશ્રુત જેવી વિદ્વાન વિભૂતિઓ અને શૂન્ય જેવી શોધ  વિશ્વ ને આપી તેનો ઉલ્લેખ કરતા અર્વાચીન ભારતે પણ જગદીશ ચન્દ્ર બોઝ. શ્રીનિવાસ રામાનુજ ચંદ્રશેખર જેવા મહાન વૈજ્ઞાનિકો આપ્યા છે તેમ ઉમેર્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ ગુજરાત ના બાળકો યુવાનો માં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ અને ઈનોવેશન માટે રસ જગાવવા સાયન્સ સિટી ની પહેલ રૂપ શરૂઆત કરી હતી તે આજે દેશ માં અગ્રેસર બન્યું છે એમ વિજય ભાઈ રૂપાણી એ કહ્યું હતું

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્ય મંત્રી વિભાવરી બહેન દવે તેમજ અમદાવાદ ના મેયર બીજલ પટેલ. સાંસદ તેમજ ધારાસભ્યો અને એન સી ઈ આર ટી જી સી ઈ આર ટી ના વરિષ્ઠ અધિકારીઓ શાળા કોલેજ ના છાત્રો અધ્યાપકો શિક્ષકો આ વેળા એ ઉપસ્થિત હતા

(12:47 pm IST)