Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સ્‍વામિનારાયણ ભગવાન આપણી વચ્‍ચે જહોય તેવો ભાવ કરાવતી ફિલ્‍મનું નિર્માણ

થ્રી ડી એનિમેશન ભાવિકો ડાઉનલોડ કરી શકે છે : સત્‍સંગીઓને જ્ઞાનજીવનદાસજી સ્‍વામીની અમૂલ્‍ય ભેટ

રાજકોટ, તા. ૨૩ :. સ્‍વામિનારાયણ સંપ્રદાયના શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામી કુંડળધામની પ્રેરણાથી શ્રીસ્‍વામિનારાયણ મંદિર કુંડળધામ તથા કારેલીબાગ વડોદરા દ્વારા પ્રકાશિત સ્‍વામિનારાયણ ફિલ્‍મ શ્નઊડજીકઈંજીક્રદ્ગક સ્‍વાભાવિક ચેષ્ટા' નામે વડતાલ ખાતેથી તાજેતરમાં વિમોચિત થયેલી થ્રીડી એનીમેશન ફિલ્‍મ એક અદ્‌ભૂત અને આનંદદાયી ફિલ્‍મ છેઃ ભગવદ્‌ ભક્‍તો માટે તે અતિ ઉપયોગી અને ભગવાનમાં પ્રીતિ જગાડનારᅠ આ થ્રીડી એનીમેશન ફિલ્‍મ એ કુંડળધામના પ્રણેતા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામીની સંપ્રદાય અને સત્‍સંગ સમાજ પ્રતિની શ્રેષ્ઠ સેવા છે.ᅠ શ્રી હરિની આ સ્‍વાભાવિક ચેષ્ટામાં શ્રી હરિની સહજ દૈનિક ક્રિયાઓ- ચેષ્ટાઓને થ્રીડી એનીમેશન ફિલ્‍મના માધ્‍યમ દ્વારા વણી લઇᅠ ભગવાનની મૂર્તિના અંગોઅંગ અને હાવભાવનેᅠ આબેહૂબ ક્રિયાવંત ઓપ અપાયો છે જેને નિહાળીને દ્યડી - બે દ્યડી વાસ્‍તવિક ભાવજગતમાંᅠ અવશ્‍ય સરી પડાય છે એ જ તો આ એમીનેશનની કમાલ છેઃ સ્‍વામીએ એની પાછળ પોતાનું હીર બતાવ્‍યું છે.

ᅠ ᅠ આધુનિક ટેકનલોજીના માધ્‍યમે અથાગ પરિશ્રમના અંતે તૈયાર થયેલી પ્રસ્‍તુત સ્‍વામિનારાયણ ફિલ્‍મ થ્રી ડી એનિમેશન ફિલ્‍મ સ્‍વાભાવિક ચેષ્ટા' થ્રીડી એનીમેશન ફિલ્‍મ સહુ કોઈના માટેᅠ નીચેના મધ્‍યામો દ્વારા ફ્રી ડાઉનલોડ થઇ શકશે. વધુ માહિતી માટે મો. ૯૬૦૧૨ ૯૨૭૦૧ ઉપર સંપર્ક સાધી શકાય છે.

www.swaminarayanbhagwan.com

(12:07 pm IST)