Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ગાંધીનગરમાં ગૌત્તમ બુધ્‍ધની ૮૦ ફુટની પ્રતિમા મૂકાશેઃ સરકાર પાસે જમીન માંગી

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ પછી ગુજરાતમાં બીજા નંબરનૂં સ્‍ટેચ્‍યુ બનશે

અમદાવાદ તા. ર૩ : સંઘકાળ ફાઉન્‍ડેશને ગાંધીનગરમાં ગૌત્તમ બુધ્‍ધની ૮૦ ફુટ ઉંચાઇની પ્રતિમા મૂકવા માટે સરકાર પાસે જમીનની માંગણી કરી છે.

ફાઉન્‍ડેશનના અધ્‍યક્ષ પ્રશીલ રત્‍ન ભંતના જણાવ્‍યા મુજબ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ બનાવનાર રામ સુથાર સાથે  ભગવાન બુદ્ધનું સ્‍ટેચ્‍યુ બનાવવાની વાત થઇ ગઇ છે. આ ફાઉન્‍ડેશન ગુજરાતમાં યુનિવર્સિટી બનાવવાનું પણ વિચારે છે ૮૦ ફુટના સ્‍ટેચ્‍યુ નિર્માણ માટે સરકાર પાસે જમીન માંગી છે.

(11:54 am IST)