Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

'રાગ' ને 'આલાપ' સંભળાવીને પિતા તરીકેનો વ્હાલ વરસાવતા કિર્તીદાન : વિડીયો થયો સોશ્યલ મિડીયામાં વાયરલ

રાજકોટ : 'ગુજરાતના લોક-સંગીતને વિશ્વ સાંભળે તેવા સપના સાથે સંગીતની દુનિયામાં આગળ વધી રહેલા કીર્તિદાન ગઢવીનુ નામ આજે ગુજરાત સહિત દેશ-વિદેશમાં ગુંજે છે. લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમોમાં પોતાના મધુર કંઠ દ્વારા લાખો લોકોના હ્યદયમાં સ્થાન ધરાવતા કીર્તિદાન ગઢવીના ઘરે બીજો પુત્ર એક મહિનાનો થયો છે. કિર્તીદાને આ ઉજવણીરૂપે ફેસબૂક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ 'રાગ' ને 'આલાપ' સંભળાવીને પિતા તરીકેનો વ્હાલ વરસાવતા દર્શાય છે.

લોકગાયક કીર્તિદાન ગઢવીનો બીજો પુત્ર રાગ એક મહિનાનો થઈ ગયો છે. ત્યારે કીર્તિદાને તેને અનોખા અંદાજમાં રમાડ્યો હતો. રાગ સાથે કીર્તિદાને રાગ આલાપ્યો હતો. અને તેના લાડકવાયાને સંગીતના સૂર ભણાવ્યા હતા. જેનો વીડિયો તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. વીડિયો ઘરમાં જ શૂટ કરાયેલો છે. જે વાયરલ થયો છે.

નવરાત્રિમાં માતાજીના ગરબામાં પોતાના મધુર સૂર લગાવીને ખેલૈયાઓને ઘેલુ લગાવનાર ગુજરાતી લોકગાયક અને ‘મન મોર બની થનગાટ કરે...’ સોંગથી બોલિવૂડમાં ડંકા વગાડનાર ર્કિતીદાન ગઢવીના ઘરે એક મહિના પહેલા જ પારણા બંધાયા છે. ર્કિતીદાન ગઢવીના ઘરે ત્રીજા નોરતાના દિવસે જ પુત્ર જન્મ થયો છે. ર્કિતીદાન નવરાત્રિ પ્રોગ્રામમાં માતાજીના ગરબા ગાઈ રહ્યા હતા અને જાણે માતાજીની આરાધના ફળી હોય તેમ ત્રીજા નોરતે ર્કિતીદાનના ઘરે પુત્રરત્ન અવતર્યો હતું.

(10:48 am IST)