Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સ્વાઇન ફ્લુ ગુજરાતમાંથી ૮૦ લોકોને ભરખી ગયો ::સૌથી વધુ મૃત્યુ મામલે ત્રીજા સ્થાને હારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૩૭૭ લોકોના મોત

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેર જારી રહ્યો છે. ૨૦૧૮ના વર્ષમાં સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. આ વર્ષે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૩૭૭, રાજસ્થાનમાંથી ૨૦૧ અને ગુજરાતમાંથી ૮૦ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ નોંધાઇ ચૂક્યા છે. સમગ્ર દેશમાંથી ૨૦૧૮ના વર્ષમાં ૮૧૭ વ્યક્તિનું સ્વાઇન ફ્લુને લીધે મૃત્યુ થયું છે.

ગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લુના ૧૯૩૫ કેસ નોંધાયા છે. આમ, આ વર્ષે સ્વાઇન ફ્લુના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં પણ ગુજરાત ત્રીજા સ્થાને છે.

(1:06 am IST)