Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

રાજ્યમાં ધો.૯-૧૧ની એનરોલમેન્ટ ફીમાંથી દિવ્યાંગ-વિદ્યાર્થીનીને મુક્તિ નથી :સ્પષ્ટતા

અમદાવાદ :ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને પરિપત્ર મોકલી સ્પષ્ટતા કરી છે કે ધો.૯ અને ૧૧માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની એનરોલેમન્ટ ફીમાં દિવ્યાંગ અને વિદ્યાર્થિની માટે મુક્તિ નથી. માત્ર ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની ફીમાંથી જ મુક્તિ અપાઈ છે.

પ્રાથમિકમાંથી માધ્યમિક સ્કૂલમાં પ્રવેશ લેતા એટલે કે ધો.૯માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ અને માધ્યમિકમાંથી ઉચ્ચતર માધ્યમિકમાં આવતા એટલે કે ધો.૧૧માં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પાસેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ મુજબ એનરોલમેન્ટ ફી દરેક સ્કૂલમાં લેવાય છે. પરંતુ આ વર્ષે સરકારના આદેશથી ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની ફોર્મ ફીમાંથી દિવ્યાંગો અને વિદ્યાર્થિનીઓને મુક્તિ આપી છે. તેનો અમલ યોગ્યરીતે કરાતો નથી.

(1:02 am IST)