Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

બીલીમોરાની સ્કૂલમાંથી છૂટયા બાદ અચાનક બે સગીરા ગૂમ :બેહોશીની હાલતમાં નવસારી પહોંચી

હોશ આવતા વિજલપોરમાં સબંધીને ત્યાં પહોંચતા પરિવારજનોને હાશકારો

નવસારીના બીલીમોરાની સ્કૂલમાંથી છૂટયા બાદ બે સગીરા ગાયબ થઈ જતા દોડધામ મચી હતી. આ બંને સગીરા બેહોશીની હાલતમાં નવસારી પહોંચી ગઈ હતી. નવસારીમાં કોઈક જગ્યાએ સગીરાઓને હોશ આવતા તેઓ વિજલપોરમાં પોતાના સંબંધીને ત્યાં પહોંચી હતી. શાળાએથી છૂટયા બાદ દોઢ કલાકે વિજલપોરમાં રહેતા સંબંધીને ત્યાં પહોંચતા પરિવારને હાશકારો થયો હતો

    . જોકે ગભરાઈ ગયેલી સગીરાઓ કંઈપણ બોલવાની સ્થિતિમાં નહોતી. બીલીમોરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સગીરાઓનું કાઉન્સિલિંગ કરી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે શાળાના સીસીટીવી કેમેરામાં ચેક કરતા તેમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નહોતી.

(11:07 pm IST)