Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

MeT00ના આરોપીને અતિથિપદે બોલાવતા યુનિવર્સિટીમાં NSUI નો હોબાળો

અમદાવાદમાં ભવન્સ કોલેજ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં જેના પર મીટૂના આરોપ લાગ્યા છે તે વિવેક અગ્નિહોત્રીને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાને લઇને NSUI એ યુનિવર્સિટીમાં હોબાળો કરીને રજિસ્ટ્રારને આવેદન આપ્યુ હતું.

જેમાં એએસયૂઆઇએ વિવેક અગ્નિહોત્રીને ના બોલાવવામાં આવે તેવી માંગ કરી છે. જેમાં આ અંગે કોલેજના આચાર્યએ કહ્યુ છેકે વિવેક અગ્નિહોત્રી અંગે તેમને કોઇ રજૂઆત મળી નથી. જો રજૂઆત કરાશે તો આયોજન સમિતી સાથે વાતચીત કરીને યોગ્ય નિર્ણય લેવાની વાત કરી છે.

(11:02 pm IST)