Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સુરત DRI ટીમ દ્વારા કસ્ટમ ડ્યુટી ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ

એન્જલ એન્ટરપ્રાઈઝ દ્વારા ઓછી કિંમત બતાવીને વિદેશથી ટીવી અને તેના સ્પેરપાર્ટ્સ મંગાવતા

સુરતઃ સુરત DRI દ્વારા કસ્ટમ ડ્યુટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે સુરતની એન્જલ એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા ટીવીની સંખ્યા ઓછી બતાવીને અન્ડર વેલ્યુએશન દ્વારા કસ્ટમ ડ્યુટી ચોરી કરવામાં આવી હતી. DRI દ્વારા પકડવામાં આવેલા સામાનની ડ્યુટી સાથેની કિંમત.6 કરોડની આસપાસ થવા જાય છે.

  આ અંગે મળતી વિગત મુજબ સુરત DRIની ટીમ દ્વારા શહેરની એન્જલ એન્ટરપ્રાઈઝ કંપની દ્વારા ઓછી વેલ્યુ અને સ્પેરપાર્ટ્સ મગાવાની આડમાં ચલાવવામાં આવતું મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. DRIની ટીમે કંપનીના વરાછા ખાતે આવેલા ગોડાઉન પર દરોડો પાડ્યો હતો અને 2000 ટીવી સહિત વિવિધ સ્પેરપાર્ટ્સનો માલ-સામાન સીઝ કર્યો હતો.

 એન્જલ એન્ટરપ્રાઈઝ નામની આ કંપની વિદેશથી ટીવીના વિવિધ સ્પેરપાર્ટ્સ અને સામગ્રી મગાવીને પેરિસા (PARISA) નામના ટીવી બનાવતી હતી

 DRIને સુરતના ગોડાઉનમાં રૂ.3 કરોડની બજાર કિંમતના ટીવી અને સ્પેરપાર્ટ્સ મળી આવ્યા હતા. DRI દ્વારા મુંબઈ પોર્ટ પર કંપનીએ મગાવેલા 4000 ટીવી પણ સીઝ કર્યા છે. 

(9:23 pm IST)