Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

વિદેશી દારૂના ગુન્હામાં માર ન મારવા અંગે પીએસઆઇ ચૌહાણના નામે ખાનગી વ્યકિત મારફત રૂ.પ૦ હજારની લાંચ લઇ,લાંચ સ્વીકારનાર મહેસાણા પંથકના એએસઆઇ દેસાઇ એસીબી છટકામાં ઝડપાયા

રાજકોટઃ મહેસાણા જિલ્લાના બાવલુ પો.સ્ટેશનમાં આ કામના જાગૃત ફરીયાદી  વિરૂદ્ધ થયેલ વિદેશી દારૂના કેસમાં મારઝુડ નહી કરવા, રીમાન્ડ નહી લેવા માટે પીએસઆઇ ચૌહાણના નામે  ફરીયાદી પાસે ખાનગી વ્યકિત અરૂણભાઇ ઠાકોરએ માગણી કરી હતી.

ફરીયાદીની ફરીયાદ આધારે અમદાવાદ ગ્રામ્ય એસીબી  પોલીસ મથકના પીઆઇ સી.આર. રાણાએ અમદાવાદ એકમના મદદનીશ નિયામક બી.એલ.દેસાઇ ના સુપરવીઝનમાં છટકુ ગોઠવી  ખાનગી વ્યકિત મારફત લાંચ લઇ આ લાંચની રૂ.પ૦ હજારની રકમ  સ્વીકારનાર બાવલુ પો.સ્ટેશન (મહેસાણા પંથક)ના એએસઆઇ રઘુભાઇ દેસાઇએ લાંચ સ્વીકારી ગુનો કરેલ હોય તેઓની સામે એસીબી દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે. અન્ય સરકારી ખાતાઓની માફક પોલીસને તંત્રને પણ લાંચની ફરીયાદના કિસ્સામાં કડક હાથે કામગીરી કરવાના એસીબી વડા કેશવકુમારના આદેશનું આમ કડકાઇથી પાલન થઇ રહ્યુ છે.

(9:15 pm IST)