Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

હવે લાયસન્સ કે વ્હીકલના પેપર્સ સાથે રાખવાની જરૂર નહી પડે :પરિવહન વિભાગે શરૂ કરી આ નવી વ્યવસ્થા

અમદાવાદ :હવે ડ્રિવિંગ લાયસન્સ, પૉલ્યુશન સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજો સાથે રાખવા નહીં પડે છે માર્ગ પરિવહન તથા હાઇવે મંત્રાલયે એક નવી વ્યવસ્થા શરૂ કરી છે.

માર્ગ પરિવહન તથા હાઇવે મંત્રાલયે 19 નવેમ્બરે તમામ રાજ્યોના પરિવહન વિભાગને એક સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું છે કે જો સામાન્ય વ્યક્તિ ઇચ્છે તો તે જરૂરિયાત ઉભી થવા પર ડ્રાઇવીંગ લાયસન્સ, પૉલ્યુશન સર્ટિફિકેટ સહિત વાહનના અન્ય દસ્તાવેજની ડીજીટલ કૉપી રાખી શકે છે.

સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પોલીસ કે અન્ય કોઇ અધિકારીની તરફથી ગાડીના દસ્તાવેજ માંગવામાં આવે છે તો સામાન્ય વ્યક્તિ ઇચ્છે તો તેને ડિજિટલ ફોર્મેટમાં દર્શાવી શકે છે.

તેમની પાસે ફિઝિકલ ડૉક્યુમેન્ટ્સ દર્શાવવાનો પણ વિકલ્પ છે. આ રીતે જ્યારે પણ તમારી પાસે વાહનના કોઇપણ દસ્તાવેજ માંગવામાં આવે તો તમે તેને ડિજિટલ ફૉર્મમાં પણ દર્શાવી શકો છો. પોલીસ તેનો સ્વીકાર ન કરી શકે.

(7:19 pm IST)