Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મુખ્યમંત્રીનાં અવાજમાં રેકોર્ડ થયેલી કોલર ટ્યુનથી રાજકારણ ગરમાયુ :કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ

સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલા લેવા માટે માંગ કરી

અમદાવાદ :  દેશમાં કોરોના મહામારી દરમિયાન લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી મોબાઇલ ફોન પર કોરોનાની કોલર ટ્યુન શરૂ કરાઈ હતી જો કે આ કોલર ટ્યુનના કારણે લોકો કંટાળી ગયા હતા. તેને બંધ કરવા માટેની સોશિયલ મીડિયા પર પણ ખુબ જ મજાક ઉડી હતી.હવે ગુજરાતના મુખ્યમંત્રીનાં અવાજમાં રેકોર્ડ થયેલી કોલર ટ્યુન વાગી રહી છે. આ કોલરટ્યુન હવે રાજકીય રૂપ ધારણ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા આ કોલરટ્યુનનો વિરોધ કરાયો છે કોંગ્રેસ પ્રવક્તા નીશિત વ્યાસે આ અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરી છે  આ ઉપરાંત સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલા લેવા માટે માંગ કરી છે.

 ગુજરાત સરકારે કોરોનાને કારણે પ્રજાને માસ્ક ફરજીયાત પહેરવા, સામાજિક અંતર જાળવવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અંગે વારંવાર સાબુથી હાથ ધોવાનો પ્રચાર અનેક વખત કરી ચુક્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજવાળી કોલર ટ્યુને ભારે ચર્ચા જગાવી છે. ગુજરાતમાં મોબાઇલ ફોન કોલ્સ ડાયલ થાય ત્યારે મુખયમંત્રી રૂપાણીના અવાજમાં કોલરટ્યુંન વાગે છે. જેમાં તેઓ માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા વગેરે બાબતે નાગરિકોને અપીલ કરી રહ્યા છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ જેવા મુદ્દે અપીલ કરે છે.

(11:07 pm IST)