Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ડુંગરા પોલીસે કરમખલ ગામે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા 6 શકુનીઓને ઝડપ્યા

વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાની જુગારિયાઓને ડામવાની સૂચનાના પગલે ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈની સુચનાથી હેડ કોન્સ્ટેબલ અશોક લાલજીભા, કોન્સ્ટેબલ જોરૂભા બચુભા, ઋતુરાજસિંહ કિરતસિંહ, બહાદુરસિંહ જીવાભાઇ અને રમેશભાઇ સબુરભાઇએ મળી કરમખલ શાંતિનગર પાસે દરોડો પાડ્યો હતો
  ડુંગરા પોલીસે બાતમીના પગલે કરમખલ ગામે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા 6 શકુનીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 16,260 કબજે લીધા હતા.
વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાની જુગારિયાઓને ડામવાની સૂચનાના પગલે ડુંગરા પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોક લાલજીભા, કોન્સ્ટેબલ જોરૂભા બચુભા, ઋતુરાજસિંહ કિરતસિંહ, બહાદુરસિંહ જીવાભાઇ અને રમેશભાઇ સબુરભાઇએ મળી કરમખલ શાંતિનગર પાસે દરોડો પાડ્યો હતો. ત્યાં તેમણે ખુલ્લામાં ગોળ કુંડાળુ કરી જુગાર રમતા સાજનસીંગ ગોવિંદસીંગ ભૂમિહાર, સુશિલ ઓમપ્રકાશ શર્મા, ધર્મેન્દ્રકુમાર રીતુ ચૌપાલ, ક્રિષ્ણા રામશંકર સોની, રાજકુમાર હલખોરી યાદવ, રાજન રાજેશ ગોસાવેને પકડી પાડ્યા હતા. તેમજ તેમની પાસેથી જુગારના અને ખીસાના મળી કુલ રૂ. 16,500 તેમજ 5 મોબાઇલ કિં. રૂ. 20 હજાર અને 3 મોપેડ રૂ. 70 હજારની કબજે કરી તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(7:05 pm IST)