Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વલસાડ રૂરલ પોલીસે બાઇક ચોરને પકડી મેળવી મોટી સફળતા: મૂળ રાજકોટના રાહુલ ઉર્ફે ભરત જોરાને ગુંદલાવ ચોકડીએથી ઝડપી લીધો

વલસાડ રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ મહિલા પીએસઆઇ એન. ટી. પુરાણીએ તેમના સ્ટાફના કોન્સ્ટેબલ હિતેશભાઇ પરસોત્તમભાઇ, સુરેશભાઇ ચંદુભાઇ, હરીશભાઇ ઇશ્વરભાઇ, ગીરધરભાઇ હાજાજીભાઇ, દિલીપભાઇ કેસરભાઇ, કાનજીભાઇ રાસેંગભાઇ, વિનોદભાઇ ભરતભાઇ સાથે મળીને ગુંદલાવ ચોકડી પર નાકાબંધી કરી હતી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ રૂરલ પોલીસની ટીમે સઘન પેટ્રોલિંગ અને બાતમીના આધારે ડુંગરીથી બાઇક ચોરી કરનારને પકડી પડ્યો હતો. મૂળ રાજકોટના આ ચોરને પકડી તેમણે ચોરીની બાઇક તો કબજે કરી હતી, પરંતુ સાથે સાથે તેમણે તેની પાસેથી શંકાસ્પદ ચોરીના 8 મોબાઇલ પણ કબજે કર્યા છે.

 

 વલસાડ રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ મહિલા પીએસઆઇ એન. ટી. પુરાણીએ તેમના સ્ટાફના કોન્સ્ટેબલ હિતેશભાઇ પરસોત્તમભાઇ, સુરેશભાઇ ચંદુભાઇ, હરીશભાઇ ઇશ્વરભાઇ, ગીરધરભાઇ હાજાજીભાઇ, દિલીપભાઇ કેસરભાઇ, કાનજીભાઇ રાસેંગભાઇ, વિનોદભાઇ ભરતભાઇ સાથે મળીને ગુંદલાવ ચોકડી પર નાકાબંધી હાથ ધરી હતી. આ દરમિયાન તેમણે બાતમી મુજબના બાઇક GJ15BM7128 પર આવતા ભરત ઉર્ફે રાહુલ રમેશભાઇ જોરા જાતે કોળી (ઉ.વ.39) ( રહે. રાજકોટ )ને પકડી પાડ્યો હતો. તેની પુછતાછ કરતાં તેણે આ બાઇક ડુંગરીથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતુ. આ સિવાય તેની પાસેથી પોલીસે કુલ 8 મોબાઇલ પણ મળી આવ્યા હતા. આ મોબાઇલ પણ ચોરીના છે કે નહી, તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

(6:04 pm IST)