Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કલોલ તાલુકામાં ઓનલાઇન સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

ગાંધીનગર: જિલ્લામાં ક્રિકેટ સટ્ટાની પ્રવૃતિ ઉપર પોલીસ નજર રાખી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસે ઓનલાઈન સટ્ટો રમતાં એક શખ્સને ઝડપી પાડયો હતો. જયારે તેને યુઝર આઈડી અને પાસવર્ડ આપનાર યુવાન સામે પણ ગુનો નોંધી ધરપકડ માટે દોડધામ શરૂ કરાઈ છે.  

ગાંધીનગરમાં હાલ આઈપીએલ ઉપર ક્રિકેટ સટ્ટો રમવાની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી આવા સટોડીયાઓને પકડી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે બોરીસણા રોડ ઉપર શિવરંજની આર્કેડ, મહાવીર કટલરી સ્ટોરની આગળ એક ઈસમ ફોન ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી રહયો છે. જે બાતમીના પગલે દરોડો કરી ધુ્રવેશ ઉર્ફે રચિત સંજયભાઈ ભટ્ટ રહે.એ/૧૦૪, શિવાનંદ એવન્યુ, સિલ્વર પ્લેટર, કલોલને ઝડપી પાડયો હતો. જેની પાસેથી મોબાઈલ, મોપેડ અને રોકડ મળી ર૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પણ કબ્જે લેવાયો હતો.

(5:27 pm IST)