Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વડોદરાના તારસલીમાં પતિ સાથે બાઈક પર જતી મહિલાના ગળામાંથી તસ્કરો ચેઇન લૂંટી છૂમંતર...

વડોદરા: શહેરના તરસાલી અશોક વાટિકા સોસાયટીમાં રહેતા રમીલાબેન કિશોરભાઈ સોલંકી ગઈકાલે સાંજે પતિ સાથે સ્કુટર પર બેસીને સયાજીપુરામાં રહેતા સસરાના ઘરે ગયા હતા.

રાત્રે 9:15 વાગ્યે સસરાના ઘરેથી પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ભગુડા ડભોઇ રિંગ રોડ સોમા તળાવ ભારત પેટ્રોલ પંપની પાસે એક બાઈક પર આવેલા બે લુંટારૂ એકદમ નજીક આવ્યા હતા અને મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને ભાગી ગયા હતા.

મહિલાએ બૂમાબૂમ કરી હતી પરંતુ પતિ કંઇ સમજે તે પહેલા જ અછોડાતોડ અછેડો તોડી બાઇક લઇને ફરાર થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે રિંગ રોડ પર જ વારંવાર અછોડા તુટવાના બનાવો બની રહ્યા છે પરંતુ પાણીગેટ પોલીસ આ ગુનાઓને ડામવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.

(5:20 pm IST)