Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

મોડાસા નજીક શામળાજી પોલીસે ટ્રકમાંથી 44.13 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

મોડાસા:ગુજરાત-રાજસ્થાન બોર્ડરની રતનપુર ચેક પોસ્ટ પરથી પસાર થતાં અને ચાલક દ્વારા માર્ગ પર છોડી દેવાયેલ ટ્રક કન્ટેઈનરમાં થી વિદેશી દારૂની ૧૦૨૧ પેટીઓનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.
શામળાજી પોલીસે વિદેશી દારૂની ૧૨૫૨૨ બોટલો કિંમત રૂપિયા ૪૪૧૩૬૦૦ નો જથ્થો કબ્જે કરી ભાગી છુટેલ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયેદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લા પોલીસવડા મયુર પાટીલ ના આદેશ બાદ નેશનલ હાઈવે  માર્ગ પરથી પસાર થતા ખાસ કરીને રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું ચેકીંગ હાથ ધરાયું હતું.શામળાજી પોસઈ એમ.પી.ચૌહાણ સહિતની ટીમ દ્વારા રતનપુર ખાતેની ચેક પોસ્ટ પર હાથ ધરાયેલ ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રક કન્ટેઈનર નો ચાલક વાહન ચેકીંગ જોઈ પોતાના કબ્જાનું કન્ટેઈનર માર્ગ પર છોડી ભાગી છુટયો હતો.

(4:58 pm IST)
  • સવારે ૧૦ કલાકે સેન્‍સેકસ ર૦૪ પોઇન્‍ટ ઘટીને ૩૩૯૩૦ અને નીફટી ૭૦ પોઇન્‍ટ ઘટીને ૧૦૧૭૪ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૩.૭૬ ઉપર છે access_time 10:28 am IST

  • ઉત્તર કોરીયાએ ચીન પાસેથી રૂ.૪૭ અબજનો લકઝરી સામાન ખરીદ્યો : દક્ષિણ કોરીયાના વિપક્ષી સાંસદનો દાવો access_time 3:34 pm IST

  • સુરતના સરથાણા વિસ્તાર પાસે સ્કૂલબસ અને કાર વચ્ચે અકસ્માત:પોદર ઇન્ટરનેશનલ સ્કુલની હતી બસ:અકસ્માત વખતે બસમાં વિદ્યાર્થીઓ મોજુદ:કોઈને ઇજા થઇ નહી access_time 7:12 pm IST