Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

વિસનગરમાં ભાગીદારી પેઢી ઉભી કરી કંપનીનું નુકશાન બતાવનાર વિરુદ્ધ ગુનો દાખલ

વિસનગર:વિસનગરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય માટે ભાગીદારી પેઢી ઉભી કર્યા બાદ કંપનીનું સંચાલન કરનાર ભાગીદારે નુકશાન બતાવ્યું હતું. વિસનગરના આધેડે સગા-સંબંધીઓ પાસેથી રૂપિયા લાવી કંપનીમાં રોકાણ કર્યું હતું.
ત્યારે નુકશાની બાદ ભાગીદારે આધેડને રૂ.૬૫,૦૦,૦૦૦ નહી આપતા આબરૂના ડરે આધેડે આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઈડ નોટ આધારે પોલીસે આધેડને આત્મહત્યા માટે પ્રેરનાર સાળા-બનેવી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વિસનગરમાં ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા બબાભાઈ મણીલાલ પટેલ ઉ.વ.૬૮એ ગરબામાં જવા માટે રાત્રે ઘરમાંથી બહાર નીકળ્યા હતા. જેઓ પરત નહી આવતા બીજા દિવસે સવારે શોધખોળ કરતા સ્ટેશન રોડ ઉપર પંચાલ બોર્ડીંગના માર્કેટમાંથી તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકના પુત્ર મહેશભાઈ પટેલના નિવેદન આધારે પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી હતી. અંતિમવિધિ બાદ મૃતકના સ્કુટરની ડેકીમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

(4:57 pm IST)