Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પાટણના સાંતલપુરમાં અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો કિસ્સો :11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવીને સત્યના પારખા કરાવ્યા

બાળકી કાંડા સુધી દાઝી જતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ :બાળકીના પિતાએ પાડોશી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાને તેના ઘરે જ નજરકેદ કરી

પાટણના સાંતલપુરમાં અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સત્યના પારખા માટે બાળકી સાથે ક્રૂરતા આચરાઈ છે. 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવીને સત્યના પારખા કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં બાળકી કાંડા સુધી દાઝી જતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. બાળકીના હાથ દાઝી જતાં તેને સારવાર માટે ધારપુરની સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાળકીના પિતાએ પાડોશી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાને તેના ઘરે જ નજરકેદ કરી લીધી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલાને ઝડપી લીધી છે.

(1:01 pm IST)