Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગુંડાઓ અને ટપોરીઓની દાદાગીરી બંધ કરી દેવાશે

વિધાનસભા ગૃહમાં ગુંડાધારા એકટ અંગે કાયદાકીય બીલ રજુ કરતા પ્રદીપસિંહ જાડેજા : ગૌવંશ હત્યા કરનારાઓ માટે પણ કડક કાયદોઃ ગુજરાત સિવાય દેશના અન્ય રાજયોમાં પણ 'ગુંડા એકટ' અમલમાં: ગુજરાતમાં શાંતિ રહે તે માટે સરકારની પ્રથમ અગ્રતા : કોઇને પણ સીધો ૧ વર્ષની જેલ થાય તેવી જોગવાઇ ન હોવી જોઇએઃ આવો કાયદો પાછો ખેંચી લેવો જોઇએ : પરેશ ધાનાણી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૩ :  આજે ગૃહમાં રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનો પ્રસ્તાવ રજુ કરતા જણાવ્યું હતું કે આ બીલ ગુજરાતમાં શાંતિ અને સમૃધ્ધ બનતું જાય છે.

રાજયમાં શાંતિ હોવાને કારણે ગુજરાત દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. આ બીલ લાવવા પાછળ ગુંડા અને ટપોરીઓની દાદાગીરી બંધ કરવાનો સરકારના પ્રયત્ન છે. ગુંડાઓ અને અસામાજિક તત્વો જાહેરમાં મારામારી, છેડતી, અપહરણ વગેરે આચરવામાં આવતા કૃત્યોને ડામી દેવાની જોગવાઇ આ બીલમાં કરવામાં આવી છે.

આ બીલ અંગે વિસ્તૃત વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે સમાજમાં આવા અસામાજિક તત્વો જેઓ વારંવાર ગુનાહિત કૃત્યો કરતા હોય તેમને કડક હાથે ડામી દેવામાં આવશે.

તેમણે આ અંગે વધુ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે રાજયમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે તે માટે આ બીલ લાવવામાં આવ્યું છે. સરકારની તિજોરી લૂંટાઇ જાય ટેન્ડરો ભરતા લોકોને મારામારી ધાકધમકી આપી ટેન્ડરો પાછા ખેંચવા દબાણ કરે છે. આ પ્રવૃત્તિને કડક હાથે ડામી દેવામાં આવશે.

આ કાયદા ગુજરાતની પ્રજાને હેરાન ન કરે તે હેતુ ધ્યાને લઇ આજે ગૃહમાં આ કાયદો લઇને આવ્યો છું. ગૌવંશ હત્યા કરનારા માટે પણ કડક કાયદો ગુંડાગીરી કરનારા આવા તત્વો આગામી દિવસોમાં ગભરાતા રહે અને તેમની મુરાદ પૂર્ણ ન થાય તે માટે પણ આ કાયદો લાવવામાં આવ્યો છે. ભુતકાળમાં લતીફ, રાજુ વિસાલદાર  વગેરે અસામાજિક તત્વોને રાજકીય લોકોનું સમર્થન હતુ માટે આવા ટપોરીઓ પ્રજામાં ભય ફેલાવી ગુંડાગીરી કરતા હતાં. આપણા  રાજય સિવાય દેશના મોટાભાગના રાજયોમાં ગુંડા એકટ અમલમાં છે.આવા ગુંડાઓને કોઇ જ્ઞાતિ કે જાતિ નથી હોતી પરંતુ એક પ્રકારની વિકૃત માનસીકતા હોવાના કારણે ગુનાહીતનું પ્રમાણ વધારે બન્યુ હતું. આ કાયદાથી આવનારા દિવસોમાં આવી પ્રવૃતિ કરતા લોકો ગભરાશે અને ગુજરાતમાં શાંતિ રહે તે સરકારની પ્રથમ અગ્રતા છે.

આ ઉપરાંત રાજય સરકાર આવી પ્રવૃતિ ડામવા જરૂર પડે કાયદામાં ફેરફાર કરતા રહ્યા છીએ જરૂર પડે તજજ્ઞોનું માર્ગદર્શન મેળવેલ છે અને તેમના સૂચનો ધ્યાને લઇ સુધારા કર્યા છે.

પરેશ ધાનાણી

આજે ગૃહમાં રજુ થયેલ ગુંડા ધારા અંગેના કાયદામાં ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ કાયદો પાછો ખેંચી લેવો જોઇએ. કોઇને પણ સીધો ૧ વર્ષની જેલ થાય તેવી જોગવાઇ ન હોવી જોઇએ.

તેમણે વધુ આક્રમકતાથી ચર્ચા કરતા જણાવ્યું હતું કે, કાલ્પનીક ગુંડો ચીતરીતેે કોઇ પણ વ્યકિતને જેલમાં ધકેલી દેવાનો કારસો છે  અમે આ જેલની સજા દસ વર્ષની છે. આ કાયદો પસાર થાય તો લોકો મૂળભૂત અધિકારીનું છે હનન થાય છે. આવા કાયદા ઘડતા પૂર્વે રાષ્ટ્રપતિની મંજુરી લેવી તો અમને કોઇ બાંધો નથી.

સરકારે તમામ પાસાઓ વિચારી કાયદો બનાવવો જોઇએ.

શૈલેષ પરમાર

ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના શૈલેષ પરમારે જણાવ્યું હતું કે સરકાર જુદા જુદા બીલો રપ વર્ષ પછી લાવવા પડયા છે રપ વર્ષ પહેલા જેનો જન્મ થયો છેતે આજે મોટો થયો એટલે ભાજપને ચિંતા પેસી ગઇ છે.સરકાર તમારી છે પોલીસ તમારી છે તમે ધારો તેને પકડી શકો છો અમદાવાદ શહેરમાં જગન્નાથજીની રથયાત્રા અમે કઢાવી હતી. કોરોના આવ્યો પ્રગતિશીલ, ગુજરાત, વિકાસ શીલ ગુજરાત આવી વાતો હતી કરી કોરોના જેમ લોકોને ચેપ ન લાગે તેવું કરો.

રાજયમાં તમામ પ્રકારના વ્યવસ્થા છે પોલીસ ધારે તે કરી શકે છે વિદેશમાં કાયદો વ્યવસ્થા છે. પોલીસ કયાંય દેખાતી નથી. જયારે આપણે ત્યાં જયા જુઓ ત્યાં પોલીસજ દેખાય છે.

ગૃહમંત્રીએ ટપોરી જેવા કીધા આ ટપોરી કયાંથી આવ્યા તે જુઓ અને વિચારો ભુતકાળમાં જયાં ગુંડાઓ હતા ત્યાં તેમને અમારા શાસનમાં કયાં મોકલ્યા તે વિચારો.

આજે ગુજરાતમાં દારૂ, જુગાર, કચ્છના બળાત્કારી ગુંડા તમે સફેદ કોલર માફિયા આ કાયદામાં જયાં સત્યતા હશે ત્યાં અમે સમર્થન આપીશું.

રાજયમાં અક્ષરધામ પર હુમલો, ગોધરાકાંડ, સિવીલ હોસ્પીટલમાં બોમ્બ બ્લાસ્ટ શું આ કોંગ્રેસના શાસનમાં બન્યું હતું આ તમારા શાસનમાં બન્યું છે હવે જો ખોટા આક્ષેપો કોંગ્રેસ પર કરશો તો ઇંટ કે જવાબ પથ્થરથી આપવામાં આવશે.

આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યે વિધાનસભા વિરામ પામી છે આજે સાંજે  સુધીમાં ગૃહમાં  ગુંડાધારા અંગે કાયદાકીય બીલ રજુ થઇ જશે.

(4:07 pm IST)